૧૩૩
૧ ભાઈઓ એકતામાં રહે
તે કેવું સારું તથા શોભાયમાન છે!
૨ તે માથે ચોળેલા, દાઢી સુધી, હા,
હારુનની દાઢી સુધી,
તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
૩ વળી તે હેર્મોન પર્વત પરના
તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણ કે યહોવાહે આશીર્વાદ,
એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.