૧૨૪
૧ હવે ઇઝરાયલ એમ કહો,
“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
૨ જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે,
“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
૩ તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં
તેઓ અમને જીવતા જ ગળી જાત.
૪ પાણીની રેલો અમને તાણી જાત,
પાણીએ અમને ડુબાડી દીધા હોત.
૫ તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
૬ યહોવાહની સ્તુતિ થાઓ,
જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
૭ જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
૮ આકાશ અને પૃથ્વીના સર્જનહાર,
યહોવાહ અમારા મદદગાર છે.