૧૧૩
૧ યહોવાહની સ્તુતિ કરો.
હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો;
યહોવાહના નામની સ્તુતિ કરો.
૨ યહોવાહનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
૩ સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાહના નામની સ્તુતિ કરો.
૪ યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે
અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
૫ આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે?
જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
૬ આકાશમાં તથા પૃથ્વીમાં
જે છે તે કોણ જુએ છે?
૭ તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે
અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
૮ જેથી તે અમીરો સાથે
એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
૯ તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે,
તેને પુત્રોની આનંદી માતા બનાવે છે.
યહોવાહની સ્તુતિ કરો.