૧૧૦
૧ યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
૨ યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;
તારા શત્રુઓ પર રાજ કર.
૩ તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
૪ યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:
તમે મેલ્ખીસદેકના ધોરણે,
સદાને માટે યાજક છો.”
૫ પ્રભુ તમારે જમણે હાથે છે.
તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
૬ તે દેશોનો ન્યાય કરશે;
તે ખીણોને મૃતદેહોથી ભરશે;
તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
૭ તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે
અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.