૧૨૦
૧ મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો
અને તેમણે મને ઉત્તર આપ્યો.
૨ હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
૩ હે કપટી જીભ, તને તો તે શું કરશે?
અને તારા તે શા હાલ કરશે?
૪ તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે
અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
૫ મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું;
અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
૬ જે શાંતિ પર દ્વેષ રાખે છે
તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
૭ હું શાંતિ ચાહું છું,
પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.