૧૦૧
૧ કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ;
હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
૨ હું સીધા માર્ગમાં ચાલીશ.
તમે મારી પાસે ક્યારે આવશો?
હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
૩ હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ;
પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું;
તેમની કંઈ અસર મને થશે નહિ.
૪ અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ;
હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
૫ જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ.
જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
૬ દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ.
જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.
૭ કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ;
જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.
૮ આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ;
સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.