૮૭
૧ નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
૨ યાકૂબના સર્વ તંબુઓ કરતાં,
સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
૩ હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે.
સેલાહ
૪ હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.
જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.
આનો જન્મ ત્યાં થયો હતો.
૫ વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો;
અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
૬ યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,
“આનો જન્મ ત્યાં થયો.”
સેલાહ
૭ વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,
“મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”