૧૩૦
૧ હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
૨ હે પ્રભુ, મારો અવાજ સાંભળો;
મદદ માટેની મારી પ્રાર્થના પર
તમારા કાન ધરો.
૩ હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો,
તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
૪ પણ તમારી પાસે માફી છે,
તેથી તમે આદર પામશો.
૫ હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે
અને તેમના વચનમાં હું આશા રાખું છું.
૬ સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં
મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
૭ હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ.
યહોવાહ દયાળુ છે
અને માફી આપવામાં ઉતાવળા છે.
૮ તે ઇઝરાયલને તેનાં
સર્વ પાપોથી ઉગારશે.