૪૭
૧ હે સર્વ લોકો, તાળી પાડો;
આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
૨ કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે;
તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
૩ તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે
વિદેશીઓને હરાવીને મૂકશે.
૪ તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે,
એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
સેલાહ
૫ ઈશ્વર વિજયના પોકારસહિત,
યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
૬ ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ;
આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
૭ કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે;
સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
૮ ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે;
ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
૯ લોકોના રાજકુમારો એકત્ર થયા છે
ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે;
કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે;
તે સર્વોચ્ય છે.