૧૨૭
૧ જો યહોવાહ ઘર ન બાંધે તો,
તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,
જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,
ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
૨ તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું
અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,
કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા
હોય તોપણ તેમને આપે છે.
૩ જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે
અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
૪ યુવાવસ્થામાંના પુત્રો
બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
૫ જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.
જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,
ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.